મોરબી : આજરોજ મોરબી જિલ્લા પંચાયતના સહકાર, ઉત્પાદન- સિંચાઈ વિભાગના ચેરમેન તરીકે અજય લોરિયાએ ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે અજય લોરિયાએ જણાવ્યું હતું કે, મોરબીની જનતાએ જે વિશ્વાસ મુક્યો છે જેનું પરિણામ 2.5 વર્ષની બાંધકામની ટર્મમાં રૂ. 290 કરોડના કામોનો હિસાબ આપ્યો હતો અને હજુ વધુને વધુ પ્રજાલક્ષી કામો કરતા રહેવાની ખાતરી આપી હતી.