મોરબી : મોરબીમાં લંપી વાયરસે કાળો કહેર મચાવ્યો છે અને મોરબીમાં દરરોજ લંપી વાયરસના કારણે અનેક પશુઓનો ભોગ લેવાઈ રહ્યો છે ત્યારે મોરબીના જેતપર ગામમાં અત્યાર સુધીમાં લંપી વાયરસના કારણે 31 ગાયના મૃત્યુ થતા ગૌમાતાના માલિક એવા પશુપાલકોને જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા રૂ.31 હજારની આર્થિક સહાય આપવામાં આવી હતી.