મોરબી : જોધપર ઝાલા ગામના શહીદ જવાનના પરિવારને મળી સાંત્વના પાઠવી મોરબીના અગ્રણી અજય લોરીયાએ તેમને રૂ.1 લાખની સહાય અર્પણ કરી છે.મોરબીના અગ્રણી અજય લોરીયા દ્વારા અનેકવિધ કાર્યક્રમો થકી શહીદ જવાનોના પરિવારને આર્થિક સહાય અર્પણ કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં જોધપર ઝાલા ગામનાં આર્મી જવાન પરેશકુમાર સારેસા ઉદ્ધમપુર-જમ્મુ ખાતે શહીદ થયા હતા. જેથી અજયભાઈ લોરીયાએ જામનગર ખાતે એમના પરીવારને મળીને રૂ. 1 લાખની આર્થીક સહાય અર્પણ કરી હતી. આ સાથે પરિવારને સાંત્વના પણ પાઠવી હતી.