મોરબી : મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા મોરબીના વિવિધ ગ્રામ્ય વિસ્તાર જેવા કે દાદાશ્રીનગર, અમરનગર, તારાપર અને રોટરીનગર ગામના રામજી મંદિર ચોકમાં વડીલો સાથે વાર્તાલાપ કરીને 4.5 લાખના પેવરબ્લોક અને 1.5 લાખ અમરનગરમાં સ્મશાન સુધીના રસ્તા માટેની ગ્રાન્ટ ફાળવી હતી. આ પ્રસંગે ગામના વડીલોના આશીર્વાદ લીધા હતા. ગ્રામજનોએ પણ તેઓને ફૂલહાર પહેવાની સન્માનિત કર્યા હતા.