અહીં કામ કરતી દરેક અનુભવી મહિલાઓ પાસે પણ હોય છે ડિગ્રીધારકો કરતા પણ વિશેષ જ્ઞાન રાજ્યમાં હજારો મહિલાઓને એકસાથે સુવિધા સાથે રોજીરોટી આપતું એકમાત્ર અજંતા-ઓરેવા ગ્રુપ મોરબી : નારી તું નારાયણી.. આ કહેવત આધુનિક સમયમાં સાર્થક થઇ છે. કારણ કે ઘર, પરિવાર સંભાળવાની સાથે આર્થિક, સામાજિક, રાજકીય તમામ ક્ષેત્રે મહિલાઓનું અમૂલ્ય અને વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. ઉદ્યોગજગતમાં અગ્રણી એવા મોરબીના અજંતા-ઓરેવા ગ્રુપ ઓફ કંપનીએ સ્ત્રી સશકતીકરણનું બેજોડ ઉદાહરણ છે. અજંતા-ઓરેવા ગ્રુપ મોરબી તથા આસપાસના ગામોની હજારો મહિલાઓને કામ આપી રોજગારી પુરી પડે છે. અહીં કામ કરતી દરેક અનુભવી ધરાવતી મહિલાઓ પાસે ડિગ્રીધારકો કરતા પણ વિશેષ જ્ઞાન હોય છે. આજે તા. 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ છે. ત્યારે અજંતા ગ્રુપમાં કામ કરતી મહિલાઓની વાત કરીએ તો ગુજરાતનું નાનું એવુ ગામ મોરબી જે કદાચ વસ્તી આશરે ૪ લાખ ધરાવે છે. જયાં અજંતા ગ્રુપ ઓફ કંપનીમાં હજારો મહીલાઓને રોજગારી મળે છે. અજંતા-ઓરેવા ગ્રુપ દ્વારા છેલ્લા 40 વર્ષથી અંદાજે 5000 જેટલી મહિલાઓને રોજીરોટી પુરી પાડવામાં આવી રહી છે. ત્યાં કામ કરતી મહીલાઓ MBA, MCA કે એન્જીનીયરીંગ કરેલ હોતી નથી. પણ અનુભવથી તેમનું જ્ઞાન MBA, MCA કે એન્જીનીયરીંગથી પણ વિશેષ હોય છે. ગુજરાતમાં જ નહીં પણ કદાચ સમગ્ર ભારતમાં એકસાથે આટલી મહીલાઓને રોજગારી આપતું આ એક માત્ર અજંતા ગ્રુપ હશે. નોન સ્કિલ્ડ મહિલાઓ પણ પગભર બને તેવી વુમન એમ્પાવરમેન્ટની પહેલ ગુજરાતમાં સૌપ્રથમ અજંતા-ઓરેવા ગ્રુપે કરી છે : દિપકભાઈ પારેખ અજંતા-ઓરેવા ગ્રુપના મીડિયા હેડ દિપકભાઈ પારેખના જણાવ્યા અનુસાર અજંતા-ઓરેવા ગ્રુપ ઓફ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલના નેજા હેઠળ હાલમાં લગભગ પાંચ હજારથી વધુ મહિલાઓ કામ કરી રહી છે. તમામ મહિલાઓને તેમના ઘરથી કંપની સુધી ટ્રાન્સપોર્ટ સુવિધા પુરી પાડવામાં આવે છે. તેમજ મોરબી બહાર જૂનાગઢ, અમરેલી જિલ્લાઓમાંથી આવતી મહિલાઓ કે જેમને ડેઇલી અપ-ડાઉન કરવું શક્ય ન હોય, તેમને રહેવા માટે હોસ્ટેલ સાથે લંચ-ડિનરની સુવિધા પણ આપવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે જો કોઈ મહિલાઓ વધુ ભણેલી ના હોય તો તેમને 3-4 મહિલાઓની તાલીમ આપવામાં આવે છે. જેથી, તેઓ ભવિષ્યમાં પણ તાલીમનો ઉપયોગ કરી કમાણી કરી શકે. કેટલીક એવી મહિલાઓ પણ હોય છે જેઓ ટ્રેનિંગમાં કમ્પ્યુટર નોલેજ મેળવી બેન્કિંગ, એકાઉન્ટિંગ, ટેલીનું વર્ક કરે છે. આમ, સ્કિલ ધરાવતી મહિલાઓ તો કંપનીમાં ટોપ, મીડીયમ લેવલે કામ કરે જ છે પણ નોન સ્કિલ્ડ મહિલાઓ પણ આજના સમયમાં પગભર બને તેવી વુમન એમ્પાવરમેન્ટની પહેલ ગુજરાતમાં સૌપ્રથમ અજંતા-ઓરેવા ગ્રુપે કરી છે.