મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલ સીટી પોઇન્ટ કોમ્પલેક્ષ પાસે બાઈક રૂપે મારણ મૂકી શિકારીને પકડ્યા મોરબી : મોરબીમાં વાહનચોરીના બનાવો વધ્યા છે ત્યારે સીટી બી ડિવિઝન પોલીસ ટીમે સિંહ,દીપડાને પકડવા માટે જેમ મારણ સાથેના પાંજરા ગોઠવવામાં આવે તે રીતે મહેન્દ્રનગર ચોકડી પાસે એક બાઈક રેઢું મૂકી વાહનચોર બેલડીને બાઈક ચોરી કરતા રંગે હાથ ઝડપી લઈ પાંચ વાહનચોરીના ભેદ ઉકેલી નાખ્યા હતા.મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ પી.એ.દેકાવાડીયાના સુપરવીઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફે મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલ સીટી પોઇન્ટ કોમ્પલેક્ષ પાસે વાહનચોર તરખાટ મચાવતા હોય એક બાઈક રેઢું મૂકી પોલીસ સ્ટાફ આજુબાજુમા સંતાઇ જઇ સમગ્ર હિલચાલ ઉપર વોચ ગોઠવતા વાહનચોર તસ્કર વિમલભાઇ દીલીપભાઇ સુરાણી,રહે-હરીઓમ પાર્ક, ઘુટ રોડ, મોરબી અને યશભાઇ ભગવાનજીભાઇ ચાડમીયા, રહે- ગણેશ પાર્ક, જુની પીપળી સામે તા.જી.મોરબી મુળગામ ખરેડા તા.જી.મોરબી નામના બન્ને શખ્સ બાઈક ચોરી ભાગવા જતા પોલીસે બન્નને ઝડપી લીધા હતા.વધુમાં પોલીસના હાથે પકડાયેલ વિમલભાઇ દીલીપભાઇ સુરાણી અને યશભાઇ ભગવાનજીભાઇ ચાડમીયાની આગવી ઢબે પોલીસે પૂછતાછ કરતા પોપટ બની ગયેલા બન્ને રીઢા વાહનચોરોએ અલગ અલગ પાંચ બાઈક કાઢી આપ્યા હતા. જેમાં (1) હોંડા કંપનીનુ સાઇન મો.સા. રજી નં. GJ.13.FF.8776, (2) હોંડા કંપનીનું સાઇન મો.સા. રજી નં. GJ.13.PP.3040, (3) હીરો હોંડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી નં. GJ.13.DB.9247 (4) સુઝુકી કંપનીનુ ઝીક્સર મો.સા. રજી નં. GJ.03.1.E.9175 અને (5) ટી.વી.એસ. કંપનીનુ અપાચે મો.સા. રજી. નં. GJ.01FV,0362 બાઈક પોલીસે કબ્જે કર્યા હતા.આ સફળ કામગીરી સીટી બી ડિવિઝન પીઆઇ પી.એ.દેકાવાડીયાના સુપરવીઝન હેઠળ પો.હેડ.કોન્સ. બી.આર.ખટાણા, નરેન્દ્રભારથી મહેંદ્રભારથી, વિજયભાઇ મુળુભાઇ, ચંદ્રસિંહ કનુભાઇ, અ.પો.કો. ભરતભાઇ આપાભાઇ, કલ્પેશભાઇ અમરશીભાઇ, બ્રિજેશભાઇ જેસંગભાઇ, રમેશભાઇ રાયધનભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, કિર્તીસિંહ બહાદુરસિંહ, શક્તિસિંહ કિશોરસિંહ, વગેરે દ્વારા કરેલ હતી.