મોરબી : મોરબી જિલ્લાના સરવડ ગામ ખાતે આવેલ આઈશ્રી નાગબાઈ ગૌશાળા દ્વારા આજે પિતૃ અમાસ નિમિત્તે ગૌસેવકો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે તા. 6ને બુધવારના રોજ પિતૃ માસની અમાસને દિવસે સરવડ મુકામે આવેલી 'આઈશ્રી નાગબાઈ ગૌશાળા' દ્વારા ગૌસેવકો અને મુલાકાતીઓ માટે ગૌશાળામાં ભોજન ગૌપ્રસાદની વ્યવસ્થા સવારે 9 કલાકથી સાંજે 4 કલાક સુધી કરવામાં આવેલ છે. ગૌશાળા દ્વારા ગૌમાતાના લાભાર્થે દર અમાસે ફળફળાદી ધરાવી ગૌસેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે પ્રભુભાઈ ગોવિંદભાઈ સરડવા (9825343429), બેચરભાઈ કાનજીભાઈ હોથી (9825210300), મણીલાલ નાથાભાઈ પટેલ (9825695708), નરભેરામભાઈ લોદરીયા (9849509767), બાબુભાઈ મોહનલાલ સરડવા (9586128537), ગોપાલભાઈ હીરાભાઈ પટેલ (9825690140), નાનજીભાઈ કરશનભાઈ સુરાણી (9879815000), સરપંચ વર્ષાબહેન કાંતિલાલ સરડવા (9913993561)નો સંપર્ક કરી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..