એઆઈ સેન્સર આધારિત ડ્રાઇવિંગ ટ્રેક પર 17 કેમેરાની બાજનજર : આઠડો, રિવર્સ એસ, ઢાળ ચડાવવામાં એજન્ટોના કિમીયા કારગત નહિ નીવડે, ત્વરિત રિઝલ્ટમોરબી : ગુજરાત સરકાર દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ માટેની ટેસ્ટમાં છીંડાઓ બુરી નાખવા ધીમે ધીમે તમામ આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે સેન્સર અને એઆઈ આધારિત ટ્રેક શરૂ કરવા જઈ રહી છે જેના ભાગરૂપે મોરબી આરટીઓ કચેરીમાં એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટ્રેક કાર્યરત કરવામાં આવતા હવે અધિકારીઓ કે એજન્ટોની મિલિભગત નહિ ચાલે અને જેમને પરફેક્ટ ડ્રાઇવિંગ આવડતું હશે તેવા ઉમેદવારોને જ લાયસન્સ મળશે.અત્યાર સુધી મોરબી આરટીઓ કચેરી ખાતે મેન્યુઅલ ડ્રાઇવિંગ ટ્રેક ટેસ્ટ લેવામાં આવતી હોવાથી રાજકોટ સહિતના અન્ય જિલ્લામાંથી વહીવટ આપી લાયસન્સ કઢાવવા માટે ભારે ધસારો રહેતો હતો.જો કે, ગુજરાત સરકારે મોડાસા, હિંમતનગર, પાલનપુર,બોટાદ અને મોરબી આરટીઓ કચેરીમાં પણ 4 મે 2026થી આધુનિક એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક શરૂ કરતા હવેથી અહીં અધિકારીની કે એજન્ટની મિલીભગતનો અંત આવ્યો છે.મોરબી આરટીઓ અધિકારી તપન મકવાણાના જણાવ્યા મુજબ મોરબીમાં હાલમાં દૈનિક ટુ વ્હિલર માટે 70 અને ફોર વ્હિલર માટે 50 જેટલી ટ્રેક ટેસ્ટ લેવામાં આવે છે જેમાં ટુ વ્હિલર માટે એક મીનિટ અને ફોર વ્હિલર માટે 5થી 7 મિનિટની ટેસ્ટ હોય છે.હવે એઆઈ આધારિત ટ્રેક શરૂ થતા 17 કેમેરાથી લાયસન્સ માટે ટેસ્ટ આપનાર ઉપર બાજ નજર રાખવામાં આવશે. ટેસ્ટ આપવા માટે આવનાર અરજદારનો પહેલા ફોટો લેવાઈ અને ટેસ્ટ શરૂ થાય ત્યારે પણ ફોટો લેવાય છે ત્યારબાદ ટેસ્ટ આપવાની રહેશે અને સંપૂર્ણ સફળતાથી ટેસ્ટ આપનારને જ લાયસન્સ મળી શકશે.વાહન મુવમેન્ટના આધારે જ એઆઈ પાસ - નાપાસ કરશેમોરબી આરટીઓ તપન મકવાણાએ જણાવ્યું હતું કે, ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ માટે એઆઈ આધારિત ટેસ્ટ શરૂ થતા લાયસન્સ મેળવવા ફોર વ્હિલર ઇચ્છુક ઉમેદવારને રિવર્સ પાર્કિંગ, ઢાળ ચડાવવો, આઠડો અને રિવર્સ એસ બનાવવાની ચાર પરીક્ષા ભૂલ વગર પાસ કરવી પડશે.પરીક્ષા આપ્યા બાદ પાસ કે ફેઈલનો મેસેજ અરજદારને મળી જશે અને પોર્ટલમાં પણ અપડેટ થઈ જશે.ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ હોય કોઈ છટકબારીના લાભ નહિ મળે.એજન્ટને બદલે નાગરિકો સીધા જ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છેઆરટીઓમાં એજન્ટ પ્રથા નાબૂદ થઈ હોવા છતાં આજે પણ મોટાભાગના કામ એજન્ટો જ કરી રહ્યા છે ત્યારે સરકારના પરિવહન પોર્ટલ પર અરજદાર જાતે અરજી કરવાથી માંડી, ફી ભરવી, ટેસ્ટ માટે તારીખ નક્કી કરી સહિતની તમામ પ્રક્રિયા પોર્ટલ મારફતે ઓનલાઈન કરી શકતા હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.લાયસન્સ કઢાવવા માટે હાલ 20 થી 25 દિવસનું વેઇટિંગમોરબી આરટીઓમાં હાલ દૈનિક ટુ વ્હિલર માટે 70 અને ફોર વ્હિલર માટે 50 જેટલી ટ્રેક ટેસ્ટ લેવામાં આવે છે. અને નવી લાયસસન્સ માટેની અરજી કરનાર અરજદારનો ટેસ્ટ માટે 20 થી 25 દિવસ પછી વારો આવે છે