પેટ, આંતરડા, સ્વાદુપિંડ અને લીવરની બીમારીઓ માટે લેપ્રોસ્કોપીક અને રોબોટીક ગેસ્ટ્રો હિપેટોબીલીયરી સર્જન ડો.ધૈવત વૈષ્ણવની ઓપીડીમગજ, મણકા અને કરોડરજ્જુના રોગ માટે નિષ્ણાંત ડો. રવિ ચૌહાણની ઓપીડી : કેમ્પનો લાભ લેવા રજિસ્ટ્રેશન જરૂરી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હવે શ્રેષ્ઠ સારવાર માટે અમદાવાદ જવાની જરૂર નથી. કારણકે અમદાવાદની સુપ્રસિદ્ધ ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા મોરબીમાં આગામી રવિવારે ખાસ કેમ્પ યોજવામાં આવશે. જેમાં ગુજરાતના બે નિષ્ણાંત તબીબો ઓપીડી યોજવાના છે. તો ઘરઆંગણે યોજનાર આ કેમ્પનો લાભ લેવાનું ચૂકશો નહિ. મોરબીમાં સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે એસબીઆઈ બેંકની બાજુમાં આવેલ એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર એન્ડ લેબોરેટરી ખાતે ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા તા.4ને રવિવારના રોજ સવારે 10થી 12:30 વાગ્યા દરમિયાન ખાસ કેમ્પ યોજનાર છે. આ કેમ્પમાં ગુજરાતના જાણીતા લેપ્રોસ્કોપીક અને રોબોટીક ગેસ્ટ્રો હિપેટોબીલીયરી સર્જન ડૉ. ધૈવત વૈષ્ણવ (MS, DNB -Surgical Gastroenterology) સેવા આપવાના છે. તેઓ પેટ, આંતરડા, સ્વાદુપિંડ અને લીવરની બીમારીઓના લક્ષણો, નાના અને મોટા આંતરડાના જટિલ તથા કેન્સરના રોગો, અન્નનળી અને હોજરીના રોગોનું નિદાન કરશે. તેઓ રોબોટિક્સ અને લેપ્રોસ્કોપી દ્વારા અદ્યતન તથા સુરક્ષિત સારવાર કરવા માટે જાણીતા છે.આ સાથે કેમ્પમાં મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ડૉ. રવિ ચૌહાણ(MS. M.Ch) ઓપીડી યોજવાના છે. તેઓ જાણીતા ડૉ. દિપક પટેલ (સિનિયર ન્યુરોસર્જન)ની ટીમમાંથી છે. તેઓ દ્વારા મગજ અને મણકાને લગતી બીમારીઓ જેવી કે, બ્રેન ટયુમર- મગજની ગાંઠ, કરોડરજ્જુની ગાંઠ કે ઈજાઓ મગજ/મણકાની દૂરબીન વાળી નાના ચિરાની સર્જરી મણકા ખસવા/ગાદી ખસવી/કમરના દુઃખાવાની સર્જરી/ઈલાજ, પિટ્યુટરી ગ્રંથિના ટયુમરની દૂરબીન વાળી સર્જરી એપીલેપ્સી/વાઈ - ખેંચની સર્જરી અને પાર્કીસન્સની સારવાર - DBS ડીપ બ્રેઈન સર્જરી લકવા/સ્ટ્રોક ની સારવાર - મગજની એન્જીયોગ્રાફી/DSA/સ્ટેન્ટ/કોઈલિંગ, મગજમાં પાણી ભરાવવું, જન્મજાત ખામીની સારવાર- પીડિયાટ્રિક ન્યુરોસર્જરીના નિષ્ણાંત છે. કેમ્પ તા. 4 મે, રવિવાર સમય : 10થી 12:30 એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટરરજિસ્ટ્રેશન માટે : મો.73596 30003