કેન્સરના નિષ્ણાંત તબીબ ડો.મનોહર ચારી અને કાન, નાક અને ગળાના નિષ્ણાંત ડો.શાનું ખેરની સેવા ઘરઆંગણેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓએ હવે કેન્સર જેવી ગંભીર બીમારીઓ કે કાન, નાક અને ગળાની સમસ્યાઓના નિદાન માટે અમદાવાદ સુધી જવાની જરૂર નથી. અમદાવાદની નામાંકિત ઝાયડસ હોસ્પિટલ દ્વારા મોરબીમાં શુક્રવારે એક ખાસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓને સીધું માર્ગદર્શન અને સારવાર અંગે પરામર્શ આપવામાં આવશે.કેન્સરના નિષ્ણાંત તબીબ ડો.મનોહર ચારી આપશે સેવાઆ કેમ્પમાં સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. મનોહર ચારી (MD, DM) ઉપસ્થિત રહેશે. તેઓ 20 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે અને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ કીમોથેરાપી તથા 25,000થી વધુ કેન્સરના નવા કેસોની સારવાર કરી ચૂક્યા છે. તેઓ તમામ પ્રકારની કીમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને આધુનિક 'ઈમ્યુનોથેરાપી'ના નિષ્ણાત છે. કેમ્પમાં મોંઢા અને ગળાના કેન્સર, ફેફસાંના કેન્સર, સ્તન કેન્સર, મગજમાં ગાંઠ, આંતરડા અને મળમાર્ગના કેન્સર, લીવર, કિડની અને પ્રોસ્ટેટ કેન્સર, ગર્ભાશયના મુખ અને અંડાશયના કેન્સર તથા ચામડી અને હાડકાના કેન્સર અંગે સચોટ નિદાન અને માર્ગદર્શન ઉપલબ્ધ છે.કાન, નાક અને ગળાના નિષ્ણાંત ડો.શાનું ખેર આપશે સેવાકાન, નાક, ગળાના રોગના નિષ્ણાંત ડૉ. શાનુ ખેર (MS, ENT) પણ કેમ્પમાં પોતાની સેવાઓ આપશે. તેઓ લાંબા સમયથી ચાલતા દુખાવા, બહેરાશ અને જન્મજાત બહેરાશ, કાનમાંથી રસી આવવી, સાઇનસની તકલીફ, નસકોરાં બોલાવવા, અવાજ બદલાઈ જવો (સ્વર પેટીની તકલીફ), લાંબા સમયથી મોંઢામાં ન રૂઝાતું ચાંદુ, તાજેતરમાં મોંઢું ખોલવામાં કે ખોરાક ગળવામાં તકલીફ, નાકમાં અવરોધ કે રક્તસ્ત્રાવ થવો, એક તરફી કાનમાં દુખાવો અને ગળાનાં કાકડા તથા નાકની પાછળના મસાની તકલીફો અંગે તપાસ કરી યોગ્ય માર્ગદર્શન પૂરૂં પાડશે.કેમ્પમાં લાભ લેવા માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. દર્દીઓએ બતાવવા આવતી વખતે પોતાના જૂના રિપોર્ટ સાથે લાવવા જરૂરી છે.તા.27 ફેબ્રુઆરીસમય : 10થી 12:30એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર,સાવસર પ્લોટ મેઈન રોડ,ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે,મોરબીમો.7359630003 #Morbi #MorbiUpdate #ZydusHospital #MedicalCamp #CancerSpecialist #ENTSpecialist #HealthcareMorbi #MorbiNews