USA, યુરોપ, ગલ્ફ કન્ટ્રીઝ તથા આફ્રિકામાં નિકાસ કરતા મોરબીના ઉદ્યોગકારો માટે ઉપયોગી મોરબી : મોરબી જિલ્લો સીરામીક, ક્લોક સહીત અનેક ઉદ્યોગોની નગરી છે. મોરબીમાં અવારનવાર ઉદ્યોગો અંગે સેમીનાર પણ યોજાતા હોય છે. ત્યારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા વિદેશમાં નિકાસ કરવા અંગે વેબીનાર યોજાશે. આ વેબીનાર USA, યુરોપ, ગલ્ફ કન્ટ્રીઝ તથા આફ્રિકામાં નિકાસ કરતા મોરબીના ઉદ્યોગકારો માટે ઉપયોગી રહેશે. ગુજરાત સરકારના ઇન્ડ્રસ્ટીઝ કમિશનરેટ તથા અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા આગામી તા. 2 ડિસે., બુધવારથી 5 ડિસે., શનિવાર સુધી વિદેશમાં નિકાસ કરવા અંગે ઝૂમ એપ્લિકેશન પર સાંજે 5થી 6 વાગ્યા દરમિયાન ઓનલાઇન સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરેક કાર્યક્રમમાં ફેકલ્ટી તરીકે અમદાવાદ સ્થિત ગ્લોબલ બિઝનેસ સોલ્યુશન્સના ફાઉન્ડર અંકિત મજમુદાર માર્ગદર્શન આપશે. આ આયોજન અંતર્ગત તા. 2ના રોજ USA માર્કેટ, તા. 3ના રોજ યુરોપિયન યુનિયન માર્કેટ, તા. 4ના રોજ ગલ્ફ કન્ટ્રીઝ તથા તા. 5ના રોજ આફ્રિકા માર્કેટમાં કઈ રીતે નિકાસ કરી શકાય તેની વિગતવાર સમજૂતી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રૂ. 200 ફી ઓનલાઇન ભરવાની રહેશે. રજીસ્ટ્રેશન માટે www.amaindia.orgની મુલાકાત લેવાની રહેશે અથવા મો.નં. 72030 30990 પર વોટ્સએપ મેસેજ કરી શકાશે.