આહીર સમાજે મામલતદાર મારફત રાષ્ટ્પતિ અને વડાપ્રધાનને રજુઆત કરી મોરબી : ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટ બનાવવાની માંગ વધુને વધુ બુલંદ બની રહી છે.ત્યારે મોરબી માળિયાના આહીર સમાજે મામલતદાર મારફત રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની રજુઆત કરી ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટ બનાવવાની માંગ કરી છે. મોરબી માળિયાના આહીર સમાજે મામલતદાર મારફત રાષ્ટ્પતિ અને વડાપ્રધાનને આવેદન આપી રજુઆત કરી હતી કે.ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટ બને તેવી સમસ્ત આહીર સમાજની લાગણી છે.અને આ માટે આહીર સમાજ ગામેગામથી પોસ્ટકાર્ડ .સહી અભિયાન ચલાવી રહ્યો છે.તેમજ આવેદન આપીને પણ ભારતીય સેનામાં આહીર રેજમેન્ટ બને તેવી બુલંદ માંગ કરી રહ્યો છે.ત્યારે દેશના સીમાળાની રક્ષા માટે ભારતીય સેનામાં આહીર યુવાનોના જુસ્સાને ધ્યાનમાં લઈને દેશભકિત દર્શાવવા માટે અમૂલ્ય અવસર મળે તે માટે સરકાર આહીર સમાજની ભારતીય સેનામાં આહિર રેજીમેન્ટ બનાવવાની માંગ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.