મોરબી : તા. 16-8-2025 ને શનિવારના રોજ આહીર સમાજ તથા માતૃશ્રી રામબાઈ મા મંદિર વવાણીયા દ્વારા જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત પીપળીયા ચાર રસ્તાથી વવાણીયા સુધી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને માતૃશ્રી રામબાઈમાંની વિશાળ છબી તેમજ રામબાઈમાં અને શ્રી કૃષ્ણ બનેલ બાળકો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રથયાત્રા બાદ રામબાઈમાં મંદિરના પ્રાંગણમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ જેમાં કલાકારો એ લોકોને કૃષ્ણમય બનાવ્યા હતા. ત્યાર બાદ બધા કૃષ્ણપ્રેમી ભાવિકો માટે પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમની સફળતા બદલ આ કાર્યક્રમના મુખ્ય સંયોજક 'રૂદિયાના રાજા ગ્રુપ' માતૃશ્રી રામબાઈમાં ટ્રસ્ટ વવાણીયાનો તથા ગ્રુપના તમામ સભ્યોનો તેમજ આહીર સમાજનો આભાર માન્યો છે.