હાલ રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં આઇસીયુમાં એડમિટ : હેલ્થ અપડેટ માટે મુખ્યમંત્રી સતત સંપર્કમાંમોરબી : ગઈકાલે રાત્રે બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને જામનગર અને બાદમાં રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેઓને બપોરે 3 વાગ્યે મુંબઇ ખસેડવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે.હાલ રાઘવજી સિનર્જી હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. તથા કૃષિમંત્રીની તબિયત હાલ સ્થિર છે. રાઘવજીને વધુ સારવાર માટે મુંબઈ લઈ જવાય તેવી શક્યતા છે. જેમાં પરિવારજનો દ્વારા નિર્ણય લેવાયા બાદ મુંબઇ શિફ્ટ કરાઇ શકે છે. 3 વાગ્યા આસપાસ મુંબઈ શિફ્ટ કરાઈ શકે તેવી શક્યતા છે. મુંબઈની 3 હોસ્પિટલનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે.સીએમ ભૂપેન્દ્ર પટેલે રાઘવજી પટેલના ખબર - અંતર પૂછ્યા છે. હાલ રાઘવજી સિનર્જી હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. તેમજ ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત હાલ સ્થિર છે. ગઈકાલે રાત્રે બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. તેમજ ભાજપના ધારાસભ્યો, આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા છે. તેમાં ધારાસભ્ય રમેશ ટીલાળા, ઉદય કાનગડ, મંત્રી મુળુ બેરા સિનર્જી હોસ્પિટલમાં છે.કૃષિ મંત્રી રાઘવજી પટેલની જામનગરમાં કાર્યક્રમ દરમિયાન તબિયત લથડી હતી. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે. જામનગરના પસાયા બેરાજામાં 'ગામ ચલો અભિયાન' કાર્યક્રમમાં હતા તે દરમિયાન રાત્રે તેઓને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. સે