ખેત પેદાશોને સલામત સ્થળે ખસેડવા અને તાડપત્રીથી ઢાંકવા ખેતીવાડી વિભાગની સૂચનામોરબી: મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આગામી 18 થી 21 માર્ચ દરમિયાન માવઠાની શક્યતાને જોતા ખેત પેદાશોને સુરક્ષિત રાખવા અપીલ કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તા. 18/03/2026 થી 21/03/2026 દરમિયાન મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ સંભવિત માવઠાથી ખેતી પાકોને નુકસાન ન થાય તે માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો, વેપારીઓ અને APMC માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.ખેડૂતો માટે અગત્યની સૂચનાઓ:પાકનું રક્ષણ: ખેતરમાં કાપણી કરેલ પાક અથવા ખુલ્લામાં રાખેલી જણસને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવી અથવા પ્લાસ્ટિકની તાડપત્રીથી વ્યવસ્થિત ઢાંકી દેવી.પાણીથી બચાવ: વરસાદનું પાણી પાકના ઢગલા નીચે ન જાય તે માટે ફરતે માટીનો પાળો બનાવવો.દવા-ખાતરનો વપરાશ: આ સમયગાળા દરમિયાન ખેતરમાં જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ કરવાનું ટાળવું.વિક્રેતાઓ માટે: ખાતર અને બિયારણના વિક્રેતાઓએ ગોડાઉનમાં જથ્થો સુરક્ષિત રાખવો જેથી ભેજ કે વરસાદી પાણીથી બગાડ ન થાય.માર્કેટિંગ યાર્ડ માટે સૂચના:માર્કેટિંગ યાર્ડમાં વેચાણ અર્થે આવતા ખેડૂતો અને વેપારીઓએ પણ ખાસ સાવચેતી રાખવી. શક્ય હોય તો આ દિવસો દરમિયાન જણસ યાર્ડમાં લાવવાનું ટાળવું અથવા પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે રાખવી.સંપર્ક અને માર્ગદર્શન:વધુ જાણકારી માટે ખેડૂતો સ્થાનિક ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800 180 1551 પરથી પણ માર્ગદર્શન મેળવી શકાશે. 'અગમચેતી એ જ સલામતી'ના મંત્રને અનુસરીને ખેડૂતોને આર્થિક નુકસાનથી બચવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #RainForecast #Agriculture #FarmersAlert #MorbiUpdate #WeatherUpdate #GujaratAgriculture #UnseasonalRain #APMC #Mavthu