ટંકારા : ટંકારા તાલુકાના હમીરપર ગામની સીમમાં દિનેશભાઇ લક્ષ્મણભાઈ રતનપરાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મોહલીબેન મોનસિંગભાઈ ચંગળિયા ઉ.45 નામના ખેતશ્રમિક મહિલાએ કોઈ કારણોસર વાડીમાં કપાસમાં છાંટવાની દવા પી લેતા ટંકારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.