મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ ડી.એ.સરડવા અને વિષય નિષ્ણાંત – ડો. હેમાંગીબેન મહેતાની યાદી જણાવે છે કે, ખેડુતો માટે ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળેલ હવામાન માહિતી અનુસાર અત્રેના ઉતર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના મોરબી જીલ્લામાં આગામી તા.૦૮-૦૪-૨૦૨૦ થી તા. ૧૨-૦૪-૨૦૨૦ દરમ્યાન હવામાન સુકું, ગરમ અને ચોખ્ખું રહશે. પવનની દિશા પશ્ચિમ અને વાયવ્યની રહેવાની અને પવનની ઝડપ ૯ થી ૧૪ કીમી/કલાક રહેવાની શક્યતા છે. આ સમયગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૯-૪૧ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૨-૨૩ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. ખેડૂતો માટે નીચે મુજબ કૃષિ સલાહ આપવામાં આવી છે. ઉનાળુ પાકો જેવા કે મગફળી, તલ અને શાકભાજી પાકોમાં બપોર દરમિયાન પિયત ન આપવું. આ ઉપરાંત, જ્યારે કોઈ પણ જંતુનાશક એ ફૂગનાશક દવાનો છંટકાવ કરવાનું થાય ત્યારે બપોરના સમયે દવા છાંટવાનું ટાળવું. હાલમાં ઘઉંની કાપણી પછી ઘઉંનું પરાળ સળગાવવામાં આવે છે. પરાળ સળગાવવાથી જમીનને તેમજ પર્યાવરણને ઘણું નુકસાન થાય છે. આથી ખેડૂત એ પરાળને બાળવાના બદલે રોટાવેટર થી અથવા કોઈપણ રીતે જમીનમાં તેને માવજત આપી અને જમીનમાં દાટી દેવું જોઈએ. જેથી, કરીને જમીનમાં પૂરતા પોષક તત્વો મળી રહે. આ અંગે વધુ માહિતી માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડી.એ. સરડવા પાસે થી વિગતવાર માહિતી મેળવી શકાશે. (મોબાઈલ નંબર ૯૪૨૬૭ ૮૪૬૨૮)