મોરબી : મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા મોહનભાઇ રવજીભાઈ સોલંકી ઉ.49 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.