મોરબી : ખાખરેચી ખાતે રહેતા જાનકીબેન તથા હિતેશભાઈ નારણભાઈ અઘારાને ત્યાં પુત્રી રત્નનો જન્મ થતા તા. 26-10-2025 ને રવિવારના રોજ તેમના નિવાસ સ્થાને રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 4:30 કલાકે રામપીરના સામૈયા, સાંજે 6:30 કલાકે બજરંગવાડી ખાખરેચી ખાતે ભોજન સમારંભ તથા રાત્રે 9 કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જય અલખધણી ગુરુધામ રામામંડળ મોરબી દ્વારા રામામંડળ ખેલવામાં આવશે. નોંધનીય છે કે, જાનકીબેન તથા હિતેશભાઈ નારણભાઈ અઘારાને ત્યાં તા. 23-7-2024ના રોજ પુત્રી રત્નનો જન્મ થયો હતો.