લાલબાગ સેવા સદનમાં દલાલોનો રાફડો ફાટી નીકળ્યો : જુદા-જુદા દાખલાના ફોર્મ ભરવાના 550 સુધીના લેવાતા ભાવ : ફોર્મના પણ 10થી 30 રૂપિયા સુધીના ભાવમોરબી : બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ હાલમાં એડમિશનની મોસમ શરૂ થતા જ મોરબી શહેર અને જિલ્લાની સરકારી કચેરીમાં એજન્ટો-દલાલોનો રાફડો ફાટી નીકળ્યો છે, મોરબીની તાલુકા સેવા સદન કચેરી લાલબાગમાં રહેલા વચેટિયાઓ વિદ્યાર્થીઓ અને વાલીઓએ પાસેથી સરકારી ફોર્મના 10થી 30 સુધી વસુલવાની સાથે એક -એક ફોર્મ ભરી દાખલો કઢાવી આપવાના નામે 550 રૂપિયા સુધીની રકમ પડાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કચેરીમાં ફોર્મ પણ ન હોય લોકોન ઝેરોક્ષ વાળા પાસેથી ફોર્મ પણ વેચાતા લેવા પડતા હોવાની ફરિયાદ ઉઠી છે.હાલમાં શાળા-કોલેજોમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ હોય મોટાભાગના વિદ્યાર્થીઓ આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રીમીલેયર સહિતના દાખલ માટે લાઈનો લગાવી રહ્યા છે ત્યારે તાલુકા સેવા સદન લાલબાગમાં તથા શહેર મામલતદાર કચેરીમાં સરકારી બાબુઓએ કોઈ જ વ્યવસ્થા ગોઠવી ન હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ રીતસર લૂંટાઈ રહ્યા છે. લાલબાગમાં વચેટિયાઓ દ્વારા હાલમાં વિદ્યાર્થીઓને ફોર્મ ભરી આપવાના નામે 50 રૂપિયાથી લઈ 550 સુધીનો ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રેશનકાર્ડમાં સુધારા વધારા જેવી કામગીરી માટે તેમજ ધિરાણની મોસમમાં બોજાના દાખલા માટે આવતા ખેડૂતોને પણ દલાલ ટોળકી નિશાન બનાવી ઉઘાડી લૂંટ કરી રહી છે.આશ્ચર્ય તો એ વાતનું છે કે,અહીં મામલતદાર કચેરીમાં વિવિધ દાખલા માટે આવતા અરજદારોને સરકારી બાબુઓ ફોર્મ પણ આપતા ન હોવાથી વિદ્યાર્થીઓને બે પેઈજથી લઈ આઠ પેઇજના ફોર્મ માટે ઝેરોક્ષ વાળા પાસેથી મજબૂરીવશ રૂપિયા 10થી 30 સુધીના નાણાં ચૂકવીને ફોર્મ ખરીદવા પડતા હોવાનું લોકો જણાવી રહ્યા છે. સાથે જ અહીં સોગંદનામા તેમજ કોર્ટ ફી ટિકિટના પણ મન પડે તેવા ભાવ વસૂલી વિદ્યાર્થી-વાલીઓને લૂંટી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.વિવિધ ફોર્મ માટે એજન્ટોના ભાવવિવિધ ફોર્મના 10-30 રૂ.રેશનકાર્ડનું ફોર્મ ભરવા માટે - 50 રૂ.નોનક્રિમીલિયર ફોર્મ ભરવાના - 100 રૂ.નોનક્રિમીલિયર સોગંદનામું સાથે ફોર્મ ભરવાના 550 રૂ.જમીનનો બોજો દાખલ મુક્તિ ફોર્મ ભરવાના 200સરકારી 1 રૂ. ટિકિટના - 3 રૂપિયાજાતિના દાખલાના ફોર્મ ભરવા - 50 રૂ.આવકનો દાખલાના - 50 રૂ.દલાલો બાબતે અમે ચેકીંગ કરીશું : ગ્રામ્ય મામલતદારમોરબી તાલુકા સેવા સદનમાં નાયબ કલેકટર, મામલતદાર સહિતના અધિકારીઓ બેસે છે અને આ અધિકારીઓ દરરોજ બેથી ત્રણ વખત કચેરીમાં આવન-જાવન કરતા હોવા છતાં સરકારી બાબુઓને લોકોને લૂંટી રહેલા દલાલો નજરે પડતા નથી. તાલુકા સેવા સદનમાં દલાલરાજ અંગે મોરબી ગ્રામ્ય મામલતદારને પૂછતાં તેઓએ માર્ગ અને મકાન વિભાગને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી કચેરીમાંથી અરજદારોને જરૂરી ફોર્મ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ જણાવ્યું હતું.