મોરબી : મોરબીમાં રહેણાક મકાનમાં ગેસનો બાટલો ફાટતા દાઝેલા વૃદ્ધાએ રાજકોટ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના દરબાર ગઢ વિસ્તારમાં આવેલી ખોખાણી શેરીમાં રહેતા સુધાબેન મૂળશંકરભાઈ ખોખાણી ઉ.વ.63 નામના વૃદ્ધા ગતતા.24 માર્ચના રોજ સવારે પોતાના ઘરે ગેસના ચૂલામાં રસોઈ બનાવતા હતા.તે વખતે અકસ્માત ગેસનો બાટલો ફાટતા લાગેલી આગમાં વૃદ્ધા ગંભીર રીતે દાઝી ગયા હતા.ત્યારબાદ તેમને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં વૃદ્ધાનું ગઈકાલે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. એ ડિવિઝન પોલિસે આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news