અગરિયાઓની લાભદાયી યોજનામાં ભ્રષ્ટાચારની લેભાગુ તત્વો દ્વારા થયેલી પાયાવિહોણી ફરિયાદ ધ્યાને ન લેવા કલેકટરને રજૂઆત મોરબી: અગરિયાઓ માટેની લાભદાયી યોજના એટલે કે સોલાર પંપ સહાય યોજનાનો સમય ગાળો વધુ બેવર્ષ લંબાવવા અગરિયા હિતરક્ષક સંઘે મોરબી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે. તેમજ અગરિયાઓની આ લાભદાયી યોજનામાં ભ્રષ્ટાચારની પાયાવિહોણી ફરિયાદ કરનાર રાજકીય રોટલા શેકતા લેભાગુ તત્વોની ફરિયાદ ધ્યાને ન લેવા પણ માંગ ઉઠાવી છે. આવેદનમાં જણાવાયું હતું કે વર્ષ 2007માં ગુજરાત સરકાર દ્વારા અગરિયાઓના ઉત્થાન અર્થે સોલાર પંપ સહાય યોજના અમલમાં મુકવામાં આવી હતી.જેમાં સોલર પંપની કુલ કિંમતના 80% રકમ અગરિયાઓને સહાય રૂપે છેલ્લા ચાર વર્ષથી મળતી આવી રહી છે ત્યારે આ યોજનાનો સમયગાળો વધુ બે વર્ષ લંબાવવા અગરીયાઓએ માંગ ઉઠાવી છે. વધુમાં આવેદનમાં આક્ષેપ સાથે જણાવાયું હતું કે છેલ્લા થોડા સમયથી સમસ્ત અગરિયા સમુદાયના ઓઠા તળે ધાંગધ્રાનો જીતેન્દ્ર રાઠોડ ઉર્ફે ભરત રાઠોડ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય રોટલા શેકવા અગરિયાઓ માટે સરકારે અમલમાં મૂકેલી સોલાર પંપ સહાય યોજનામાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિની પાયાવિહોણી રજૂઆત છાપા અને ટીવી વગેરેમાં વારંવાર કરે છે.ત્યારે આવા ખોટા વ્યક્તિની કોઈ પણ રજૂઆત ધ્યાને ન લેવાની માંગ છે. આવેદનના અંતમાં ફરી એકવાર આ યોજનાનો સમયગાળો વધુ બે વર્ષ લંબાવવા રજૂઆત કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..