સલામતી માટે તંત્રએ અલગ વ્યવસ્થા કરી ચાર સ્થળે લોકો પાસેથી મૃતિઓ એકત્ર કરી પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જનમોરબી : દરેક શુભ કાર્યોમાં પ્રથમ પૂજાતા અને સદાય વિઘ્ન હરતાં દેવની દસ દિવસ સુધી ભક્તિભાવથી પૂજા કર્યા દુંદાળા દેવની આજે વિદાયની ઘડી આવતા મોરબી શહેરમાં ભવ્ય પંડાલ કે શેરી ગલીમાં સ્થાપિત કરાયેલી ગણપતિ બાપાની મૂર્તિ સાથે ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી અને અગલે બરસ તુમ જલ્દી આનના કોલ સાથે મોરબીમાં ગણપતિની મૃતિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.મોરબીમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયા બાદ નાના મોટા આયોજનો થઈને શેરી-ગલીમાં નાના પંડાલો નાખી તેમજ મોટાભાગના ઘરોમાં દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું છે અને લોકો પણ સવાર સાંજ નિયમિત આરતી, પૂજા અર્ચના અને અન્નકૂટ ઘરીને વિધ્નહર્તાની ભક્તિમાં તલ્લીન બની ગયા બાદ હવે મૃતિઓનો વિસર્જનનો સમય આવી ગયો હતો. ત્યારે લોકો દ્વારા જાતે જ ગણેશ વિસર્જન વખતે ડૂબી જવાની કરુણ ઘટના બનતી હોય વિધ્નહર્તાના કાર્યમાં આવું વિઘ્ન નિવારવા માટે આજે ગણેશજીની મૂર્તિઓનું સામુહિક વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી નગરપાલિકા દ્વારા સલામતીના કારણોસર આજે ગણપતિ વિસર્જનની જાતે જ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં ચાર નિયત સ્થળો સ્કાય મોલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલ.ઇ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, ગર્લ્સ હાઇસ્કુલ ખાતે નગરપાલિકા દ્વારા લોકો પાસેથી ગણેશજીની મૂર્તિઓ એકત્ર કરવામાં આવી હતી. લોકોએ દસ દિવસ સુધી ગણપતિ દાદાની ભક્તિભાવથી આરાધના કર્યા બાદ વિસર્જન યાત્રા કાઢીને મૂર્તિઓ કલકેશન સ્થળે જમા કરાવી દીધી હતી. નગરપાલિકા દ્વારા જેમ જેમ મૃતિઓ આવતી ગઈ તેમ તેમ ગણેશજીની મૂર્તિઓને સુરક્ષિત રીતે આરટીઓ કચેરી બાયપાસ પાસે આવેલ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ખાસ તરવૈયાઓની ટીમ અને જેસીબી વડે રાત સુધી નદીમાં તમામ મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું.