જિલ્લામાં સતત ત્રીજા દિવસે વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો : વેક્સિંનનો બીજો ડોઝ ન લીધો હોવાનું બહાર આવ્યું મોરબી : મોરબીથી મુંબઈ જઈ પરત આવેલા મહિલા ગઈકાલે કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના 41 વર્ષીય પતિનો કોરોના ટેસ્ટિંગ રિપોર્ટ પોઝિટિવ આવતા સતત ત્રીજા દિવસે કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. મોરબીનો પરિવાર દિવાળીના તહેવારોમાં મુંબઈ ગયા બાદ ગત તા.8ના રોજ મહિલાને શંકાસ્પદ લક્ષણો જણાતા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેઓ પોઝિટિવ આવ્યા બાદ તેમના 41 વર્ષીય પતિનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવતા તેઓ પણ કોરોના પોઝિટિવ આવતા સારવાર શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના પોઝિટિવ આવેલ દંપતીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે પરંતુ બીજો ડોઝ લીધો નથી આ સંજોગોમાં આરોગ્ય વિભાગ મોરબી દ્વારા કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવામાં બાકી રહેલા તમામ લોકો તેમજ પ્રથમ ડોઝ લઈ લીધેલ હોઈ અને બીજા ડોઝ માં બાકી રહેલા તમામ લોકોને સત્વરે તુરંત પોતાનો વેક્સિનનો ડોઝ મેળવી લેવા અપીલ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..