મોરબીના મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસેની ઘટનામાં વગર વરસાદે પાણી-પાણી મોરબી : મોરબીના મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે આજે પસાર થઈ રહેલા એક પાણી ભરેલા ટેન્કરમાં અચાનક પંચર પડતા ટેન્કર ચાલકે અન્ય જગ્યાએની બદલે રોડ ઉપર પાણીનું ટેન્કર ખાલી કરી નાખ્યું હતું. ટેન્કર ચાલકની બેદરકારીને કારણે વગર વરસાદે જાહેર રોડ ઉપર જળબંબાકાર જેવું સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર પાસે બસ સ્ટેન્ડ નજીક આજે એક પાણી ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું.ત્યારે આ પાણી ભરેલા ટેન્કરમાં અચાનક પંચર પડ્યું હતું. આથી આ પાણી ભરેલા ટેન્કરના ચાલકને એવું શૂરાતન ચડ્યું હતું કે તેણે વિચાર કર્યા વગર જ મહેન્દ્રનગર પાસે બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર પાણીના ટેન્કરનો વાલ્વ ખોલી નાખ્યો હતો અને ટેન્કરમાંથી બધું જ પાણી રોડ ઉપર વહી ગયું હતું. જેથી વગર વરસાદે રોડ ઉપર નદીઓ દોડવા લાગી હોય એવી સ્થિતિ સર્જાઈ હતી વગર વરસાદે રોડ ઉપર પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..