જી.એચ.રૂપાપરાની પ્રથમ મામલતદાર તરીકે નિમણૂંક મોરબી : મોરબી તાલુકાની મામલતદાર કચેરીમાં કદાચ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે કામ રહેતું હતું. કામના ખૂબ જ ભારણને લઈને અરજદારોને પણ ખૂબ જ ધક્કા ખાવા પડતા હતા. એવા સંજોગોમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને આ વાત ધ્યાને આવતા પાંચ વરસ પૂર્વેથી શરૂ કરેલી એમની ઉચ્ચ કક્ષાની સફળતા પૂર્વકની રજુઆત બાદ નવી સીટી મામલતદાર કચેરી કાર્યરત થઈ છે. મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આશરે પાંચેક વર્ષ અગાઉ મોરબી તાલુકામાંથી મોરબી સીટી મામલતદાર કચેરી અલગ કરી કામગીરીનું વિભાજન કરવા અને પ્રજાજનોની સુવિધા ઉભી કરવા રજુઆત કરી હતી. આ બાબતે સતત ફોલોઅપ લઈ રહ્યા હતા. ગુજરાતની મામલતદારની બઢતી બદલીની આજની યાદીમાં મોરબી સીટી મામલતદારની નવી કચેરી મોરબીમાં પ્રારંભ થઇ રહ્યા છે. ત્યારે મોરબી સીટીના પ્રથમ મામલતદાર તરીકે જી.એચ.રૂપાપરાને મુકવામાં આવ્યા છે. તેઓને પૂરતો સ્ટાફ પણ ફાળવવામાં આવશે. મોરબી શહેર ઉપરાંત મોરબીની આસપાસના ૧૦ ગામોની કામગીરી આ કચેરીમાં થશે. ગ્રામ્ય વિસ્તાર તથા શહેર વિસ્તારની કચેરીઓ અલગ થઈ જતાં ખેડૂતોને સ્પર્શતા કામો અને શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓ કે અન્ય પ્રમાણપત્રોને લગતા કામો આસાન થશે અને સામાન્ય જનતાની સુવિધામાં ખૂબ વધારો થશે. ૬૫-મોરબી વિધાનસભા વિસ્તારમાં આ સુવિધા આપવા બદલ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા મહેસૂલમંત્રી કૌશિકભાઈ પટેલ પ્રત્યે આભાર અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne