મોરબી: વાવાઝોડા દરમ્યાન પડેલા વરસાદને કારણે ગામમાં ભરાયેલા પાણીના તલાવડા અને ખાડાઓ દ્વારા રોગચાળો ન ફેલાય એ માટે રાજપર ગામમાં સર્વે કરવામાં આવ્યો હતો. વાવાઝોડા બાદ હવાજન્ય અને પાણીજન્ય રોગચાળો ન ફેલાય એ માટે રાજપર ગામમાં પી.એચ.સી દ્વારા વ્યાપક સર્વેક્ષણ કરાયું હતું. જેમાં એમ.પી.એચ.ડબ્લ્યુ તથા આશાવર્કર બહેનોએ ઘેર ઘેર ફરીને તમામ ઘરોમાં સર્વે દરમ્યાન બંધિયાર પાણીના વાસણો, કુંડાઓ સહિતની સફાઈ કરાવી હતી. આ ઉપરાંત ગામ તથા આસપાસના વિસ્તારોમાં ભરેલા પાણીના ખાડાઓમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને પીવાના પાણીના શુદ્ધિકરણ માટે ક્લોરીનેશનની કામગીરી કરાઈ હતી.