દરેક વોર્ડમાં 5 સફાઈ કામદારો દ્વારા ડસ્ટિંગ અને ક્લિનિંગ શરૂ કરાયુંમોરબી : વરસાદી માહોલ બાદ શહેરમાં રોગચાળો ન વકરે તે માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. શહેરના તમામ 13 વોર્ડમાં ટિમો બનાવીને સફાઈ અને દવાનો છંટકાવ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, મહાનગરપાલિકા દ્વારા શહેરના 13 વોર્ડમાં 5 સફાઈ કામદારોની વિશેષ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા શહેરમાં ક્યાંય પણ ગારો, કાદવ-કીચડ કે વરસાદી પાણી ભરાયેલા ન રહે તે માટે સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા દવાનો છંટકાવ કરવા માટે પણ વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. કમિશનરે જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં વરસાદી પાણીના ખાબોચિયા ભરાયેલા છે ત્યાં ડીડીટી (DDT) પાવડર અને અન્ય દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકાય અને નાગરિકોના આરોગ્યનું રક્ષણ કરી શકાય.#MorbiUpdate #MorbiNews #MonsoonSafety #HealthAndSanitation #CleanCity #EpidemicPrevention