હળવદના મયુરનગરમાં ગ્રામજનોએ પોતાના ઘરમા થયેલ નુકશાન જોવાને બદલે કથાસ્થળને પ્રાધાન્ય આપતા જીજ્ઞેશદાદા ગદગદિત થયાહળવદ : સોમવારે સાંજે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર પવન સાથે આંધી આવી હતી જેના કારણે તાલુકાના મયુરનગર ગામે ચાલતી ભાગવત સપ્તાહનો કથા મંડપ તહસ નહસ થઈ ગયો હોય ગ્રામજનો દ્વારા આખી રાત મહેનત કરી રાતોરાત સમીયાણો સજાવી રાબેતા મુજબ કથા શરૂ કરાવી હતી.હળવદ તાલુકાના મયુરનગર ગામે ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર દ્વારા જીગ્નેશ દાદા (રાધે રાધે) ની ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે અહીં દરરોજ હજારોની સંખ્યામાં શ્રોતાજનો કથાનું શ્રવણ કરી રહ્યા છે સાથે જ મહાપ્રસાદ પણ લઈ રહ્યા છે. જોકે ગઈકાલે મોડી સાંજે જોરદાર પવન સાથે આંધી ઉઠી હતી તેના કારણે કથા મંડપ તેમજ મહાપ્રસાદનો સમિયાણો તહસ નહસ ગયો હોય જેને ધ્યાને લઈ સમસ્ત મયુર નગરના ગ્રામજનોએ આખી રાત મહેનત કરી રાતોરાત તનતોડ મહેનત કરી સમીયાણો સજાવી રાબેતા મુજબ કથા શરૂ કરાવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે જોરદાર પવન અને ડમરી ઉડવાના કારણે ઘણી જગ્યાએ છાપરા અને પતરા પણ ઉડ્યા હતા તેવા સમયે આજે જીગ્નેશ દાદાએ વ્યાસપીઠ પરથી મયુરનગરના ગ્રામજનોને બિરદાવતા જણાવ્યું હતું કે પોતાના ઘરમાં થયેલ નુકસાન જોવાને બદલે કથા સ્થળને પ્રાધાન્ય આપી રાતોરાત કથા મંડપ સજાવી રાબેતા મુજબ કથા ચાલુ થઈ જતા જીગ્નેશ દાદા પણ ગદગતિ થયા હતા અને ગ્રામજનોને બે મોઢે બિરદાવ્યા હતા. સાથે જ કથાના આયોજક જોબનપુત્રા પરિવાર દ્વારા પણ ગ્રામજનોનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.