મોરબીમાં આઠ માસના લગ્નજીવનમાં ગુમસુમ રહેતી પરિણીતાએ અંતિમ પગલું ભર્યુંમોરબી : મોરબીના શક્ત શનાળા ગામે રહેતી પરિણીતાના મોટા બહેનનું ત્રણેક મહિના પહેલા અવસાન થયા બાદ મોટી બહેન સપનામાં આવતી હોય અને બહેનના મૃત્યુ બાદ સતત માનસિક આઘાતમા ગુમસુમ રહ્યા બાદ ગઈકાલે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.અપમૃત્યુના આ ચોંકાવનારા કિસ્સામાં આઠ મહિના પૂર્વે લગ્ન કરનાર મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામના વતની અને હાલમાં મોરબીના શક્ત શનાળા ગામે રહેતા પૂનમબેન વિજયભાઈ આઘારીયા નામના પરિણીતાના મોટા બહેન કાજલબેનનું ત્રણેક મહિના પહેલા બીમારી સબબ મૃત્યુ નિપજતા મૃતક પૂનમબેન સતત ગુમસુમ રહેતા હોવાનું અને તેમના પરિવારજનોને મોટાબેન સપનામાં આવી વાતો કરતા હોવાનું જણાવતા હતા. જે દરમિયાન ગઈકાલે પૂનમબેને મોટાબહેનના મૃત્યુના આઘાતમા પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.