મોરબી : , મૂળ બગથળા અને હાલ હૈદરાબાદ રહેતા કાંતાબેન વસંતભાઈ સરડવા (ઉ. વ. 54) તે વસંતભાઈ ભાણજીભાઈ સરડવાના પત્ની, મનુભાઈ ભાણજીભાઈ સરડવા, અંબારામભાઈ ભાણજીભાઈ સરડવા (પટેલ ન્યૂઝ)ના ભાભી, હિરેનકુમાર સરડવાના માતાનું તારીખ 17-8-2024 ને શનિવારના રોજ બ્રેઇનડેડ થતાં અવસાન થયું હતું. હૈદરાબાદ ખાતે એલબી નગરની સાતવાહન નગર કોલોની ખાતે 16 ઓગસ્ટે તેઓ અચાનક પડી ગયા હતા. જેથી તેઓને એલબી નગરની હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ડોકટરોએ તેઓને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ જીવન ધનના પ્રતિનિધિઓએ તેમના પતિ અને પુત્રને અંગદાન માટે સમજાવ્યા હતા અને પરિવારે કાંતાબેનના લીવર અને કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. તેમના આ અંગોથી ત્રણ માનવ જિંદગી બચી છે.સદગતનું બેસણું તારીખ 22-8-2024 ને ગુરુવારના રોજ સવારે 7-30 થી 9 કલાકે વ્રજ એપાર્ટમેન્ટ, 101, ગોકુલ મથુરા સોસાયટી, કેનાલ રોડ, ઉમિયા સર્કલ પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખવામાં આવ્યું છે.