મોરબી : મોરબીમાં માળિયા ફાટકથી મહેન્દ્રનગર ચોકડી સુધીના રોડ પર ભૂગર્ભ ગટરના કામ થયા બાદ તેનું યોગ્ય બુરાણ કરવામાં ન આવતા થોડા વરસાદમાં જ રોડ બેસી જવો, ખાડા અને ભુવા પડવાના કારણે સવારથી સાંજ સુધીમાં અનેક વાહનો ફસાયા હતા. આ બાબત તંત્રના ધ્યાને આવતા સાંજથી અહીં ખાડાઓ બુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આમ આદમી પાર્ટીના આગેવાનો સચિનભાઈ મકવાણા, નરેન્દ્રભાઈ બાવરવા અને મહેશભાઈ પરમાર દ્વારા આ મામલો ઉજાગર કરવામાં આવ્યો હતો. જે અંગેના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે. શિવમ હોસ્પિટલ પાસેના રસ્તા પર પડેલા તોતિંગ ખાડાઓને JCB મશીન દ્વારા પૂરવાનું અને રસ્તાને સમતલ કરવાનું કામ તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવ્યું છે.રસ્તાની બિસ્માર હાલતના કારણે વાહનચાલકો અને ખાસ કરીને શિવમ હોસ્પિટલમાં આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલાં આ કામ શરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના આગેવાનોએ માંગ કરી છે કે માત્ર પેચવર્ક કરીને કામ સમેટી લેવામાં ન આવે. આ રસ્તાનું કાયમી તેમજ ટકાઉ સમારકામ થાય તે જરૂરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #RoadRepairMorbi #PublicIssue #GujaratNews #MorbiCity