મોરબીના નવા સાદુળકા ગામની ઘટના મોરબી : મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે ખેતમજૂરી કરતી નવ પરિણીતાએ માત્ર સાત જ માસના લગ્નજીવનમાં જિંદગી ઝેર લાગતા ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે વિરજીભાઇ પટેલની વાડીએ રહી ખેતમજૂરી કરતા કીરમાબેન દીનેશભાઇ ધાનક ઉ.22 નામના પરિણીતાએ ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક કિરમાબેનના સાત માસ પૂર્વે જ લગ્ન થયા હોવાનું બહાર આવ્યું છે.