સરપંચ અને સભ્યએ મૂળ પાલિકને તેનું પાકિટ અર્પણ કર્યુંમોરબી : મોરબીના અદેપર ગામના સરપંચ અને સભ્યએ 2 મહિનાની જહેમત ઉઠાવી પાકિટના મૂળ માલિકને શોધી તેમનું પાકિટ પરત અપાવી પ્રમાણિકતાનો પરચો આપ્યો છે. મોરબી તાલુકાની અદેપર ગ્રામ પંચાયતના સભ્ય બાબુભાઇ ખટાણાને 2 મહિના પૂર્વે એક પાકિટ મળ્યું હતું. પાકિટમાં રૂ.3 હજાર રોકડા તથા અન્ય ડોક્યુમેન્ટ હતા. આ અંગે તેઓએ સરપંચ જનકસિંહ ઝાલાને જાણ કરતા તેઓએ પણ મૂળ માલિકની શોધખોળ હાથ ધરી હતી. અંતે બે મહિનાની તેઓની મહેનત ફળતા પાકિટના મૂળ માલિક હસમુખભાઈ આંબાભાઈ રંગપરિયા હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં સરપંચ અને સભ્ય બન્ને અગ્રણીઓએ આ પાકિટ મૂળ માલિકને પરત કર્યું હતું.