બસ ચુકી જતા અજાણ્યા બાઇક સવાર પાસે લિફ્ટ લેવાનું ભારે પડ્યું મોરબી : મોરબીના પીપળી ગામે રહેતા ૭૦ વર્ષીય પટેલ વૃદ્ધને એક શખ્સે મોટરસાયકલમાં લીફ્ટ આપ્યા બાદ અવાવરૂ જગ્યાએ લઇ જઈ છરી બતાવી વૃદ્ધ પાસેથી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી હતી. આરોપી લૂંટ ચલાવી નાસી છૂટ્યો હતો જે બનાવની તાલુકા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટે.માંથી બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મૂળ મોરબીના રાજપર કુંતાસી ગામના રહેવાસી અને હાલ પીપળી ગામે રહેતા વલમજીભાઈ મોતીભાઈ પનારા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે વિરાટનગર નજીક અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે અને રોજ એસ.ટી બસમાં પોતાના ગામથી દુકાને પહોંચતા હોય છે. ગઈકાલે તેઓ બસ ચુકી ગયા હતા. કોઈ વાહનની રાહ જોઈ રહેલા વૃદ્ધને એક અજાણ્યા મોટરસાયકલ ચાલકે દુકાને છોડી દેવાનું કહીને લીફ્ટ આપી હતી. બાદમાં બેલા ગામ નજીક ખોખરા હનુમાન તરફ જવાના રસ્તે આરોપીએ મોટરસાયકલ ઉભું રાખી વૃદ્ધને ફડાકો ઝીંકી દઈને છરી બતાવી હતી અને ફરિયાદી વૃદ્ધ પાસે રહેલ પાકીટ અને મોબાઈલ આપી દેવા જણાવ્યું હતું. અચાનક છરી દેખાડાતા બાઇક સવારનું અસલી રૂપ જોઈ હેબતાઈ ગયેલા વૃદ્ધે પાકીટ કે જેમાં આધારકાર્ડ, ચુંટણીકાર્ડ તેમજ ૨૧ હજાર રોકડ રકમ હતી તે અને એક મોબાઈલ કિંમત રૂ.૧૦૦૦નો એમ કુલ મળી રૂ.૨૨ હજારની મત્તાની લૂંટ ચલાવી આરોપી નાસી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે લૂંટના બનાવ અંગે ગુન્હો નોંધી અજાણ્યા વાહનચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news