ખેતરોમાંથી સમાન હટાવવા ખાતરી મળતા આંદોલન સમેટાયુંમોરબી : માળીયા મિયાણા તાલુકાના રાસંગપર ગામે ખાનગી વીજ કંપનીના કોન્ટ્રાકટર દ્વારા વળતર ચૂકવ્યા વગર જ ખેડૂતોના ખેતરમાં હેવી વીજલાઈન નાખવા પોલીસ - એસઆરપી સાથે રાખી બળજબરી કરવામાં આવતા કોંગ્રેસના આગેવાનીમાં ખેડૂતોએ રસ્તા ઉપર ઉતરી આવી માળીયા જામનગર હાઇવે પર ચક્કાજામ સર્જી દેતા અંતે કોન્ટ્રાક્ટરો ઝુક્યા હતા અને સામાન હટાવવા ખાતરી આપતા ખેડૂતોએ રસ્તો ખુલ્લો કર્યો હતો.માળીયા મિયાણા તાલુકાના રાસંગપર ગામની સીમમાં ખેડૂતોને વળતર નક્કી કર્યા વગર જ ખાનગી વીજ કંપની દ્વારા હેવી વીજલાઈન નાખવાની તૈયારી સાથે ખેડૂતોના ખેતરમાં પોલીસ અને એસઆરપીને સાથે રાખી સામાન ખડકવાનું શરૂ કરતા કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોએ ચક્કાજામ સર્જી દેતા અંતે ખેડૂતો પર રોફ જાળનાર કોન્ટ્રાકટર એવા કંપનીના માણસોને રેલો આવ્યો હતો અને ખેતરમાંથી સામાન હટાવવા ખાતરી આપતા ખેડૂતોએ ચક્કાજામ સમાપ્ત કર્યો હતો.નોંધનીય છે કે, કંપનીના કોન્ટ્રાકટર દ્વારા ખેડૂતોને એક પણ રૂપિયો વળતર ચૂકવ્યા વગર જ પોલ ઉભા કરવા ચીમકી આપવામાં આવતા ખેડૂતો વિફર્યા હતા.