પાપાજી ફનવર્લ્ડ સામે ખુલ્લા વોંકળામાં કચરો ઠાલવવામાં આવતા ભારે હાલાકી : સર્વિસ રોડ પર ચાલવું પણ મુશ્કેલ બન્યુંમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ આ કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર ભારે બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બાયપાસ પાસેનો પુલ પૂરો થયા બાદ, પાપાજી ફનવર્લ્ડની સામે આવેલ ખુલ્લા વોંકળામાં કોન્ટ્રાક્ટરના વાહનો દ્વારા કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. ઘેર-ઘેરથી અને દુકાનોમાંથી ભેગો કરાયેલો કચરો નિયત ડમ્પિંગ સાઈટ પર નાખવાના બદલે અહીં જાહેરમાં ફેંકવામાં આવી રહ્યો છે, અને આ સિલસિલો છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે.આ રીતે ખુલ્લામાં કચરો નાખવાને કારણે આ વિસ્તારમાં ગાયો અને ખૂંટિયાઓનો જમાવડો થઈ ગયો છે. કચરાને કારણે એકઠા થતા આ રખડતા ઢોર વચ્ચે અવારનવાર યુદ્ધ થતા રહે છે. જેના કારણે ત્યાંથી પસાર થતા સર્વિસ રોડ પર ચાલતા લોકોને અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.જાહેરમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવતા અને લોકોની સુરક્ષા જોખમમાં મૂકતા આ કોન્ટ્રાક્ટર સામે મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે એક મોટો સવાલ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMahanagarpalika #GarbageIssue #StrayCattleNuisance #CivicIssue #MorbiCity #GujaratNews