મોરબી : મોરબીમાં એક દીકરીએ પિતાના નિધન બાદ તેમને કાંધ આપી હતી અને સ્મશાને જઈને મુખાગ્નિ પણ આપી હતી. આમ એક દીકરીએ તેના પિતાના નિધન બાદ એક દીકરાનો ધર્મ નિભાવતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. મોરબીમાં રવાપર રોડ ઉપર અક્ષરધામ એપાર્ટમેન્ટની સામેની શેરીમાં ગોકુળ નગરમાં રહેતા ઠાકરશીભાઇ ડાયાભાઇ કાસુન્દ્રા ઉમર વર્ષ 62નું આજ રોજ નિધન થયું હતું. તેઓ વિનોદભાઇ ઠાકરશીભાઇ કાસુન્દ્રા અને જયસુખભાઇ ઠાકરશીભાઇ કાસુન્દ્રાના પિતા તેમજ ગોપાલભાઈ (માજી સરપંચ, રવાપર)ના કાકા થાય છે. સ્વ.ઠાકરશીભાઇના નિધન બાદ તેઓની એકની એક દીકરીએ તેમને કાંધ આપી હતી. ઉપરાંત સ્મશાને જઈને મુખાગ્નિ પણ આપી હતી. આમ એક દીકરીને દીકરા સમોવડી બનીને કાંધ અને મુખાગ્નિ આપતા દ્રશ્યોથી ઉપસ્થિત સૌ કોઈનું હદય દ્રવી ઉઠ્યું હતું.