હળવદના ચાડધ્રામાં ખાણખનીજ વિભાગની ઢીલી નીતિને પાપે રેતમાફિયા બે લગામ બન્યા હળવદ : હળવદ તાલુકામાં સફેદ સોના સમાન રેતીની ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા રેતીચોરી મામલે ખાણખનીજ વિભાગને ફોન કરી જાણ કરતા હળવદના રેતમાફિયાએ ડોન બનીને જાગૃત નાગરિક ઉપર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ખાણ ખનીજ વિભાગની ઢીલી નીતિને પાપે લાંબા સમયથી હળવદ તાલુકામાં ખુલ્લેઆમ બેફામ પણે રેતી ચોરી થઈ રહી છે આ સંજોગોમાં ચાડધ્રા ગામે રહેતા જગદીશભાઇ કસુભાઇ ટાપરીયાએ તેમના ગામમાં હળવદના જગાભાઇ ઉર્ફે ઠુઠી માત્રાભાઇ ભરવાડ દ્વારા કરવામાં આવતી ખનીજ ચોરી મામલે ખાણખનીજ વિભાગને ફોન કરતા જગાભાઇ ઉર્ફે ઠુઠી માત્રાભાઇ ભરવાડ અને તેની સાથે રહેલા એક અજાણ્યો માણસ ચાડધ્રા ગામે ધસી ગયા હતા. વધુમાં રેતીચોરી અંગે જગદીશભાઇ કસુભાઇ ટાપરીયાએ ખાણખનીજ વિભાગને જાણ કરી હોવાંથી રોષે ભરાયેલા જગાભાઇ ઉર્ફે ઠુઠી માત્રાભાઇ ભરવાડ અને તેની સાથે રહેલા એક અજાણ્યો માણસે જગદીશભાઈને જેમફાવે તેમ બોલી તેમના દિકરા મહેશને ઢીકાપાટુનો મુંઢ માર મારી સાહેદ જવેરદાનભાઇ નો શર્ટ પકડી ફાડી નાખી બ્રેઝા કારમાથી લાકડાના ધોકા સાથે આવી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી જતા આ મામલે હળવદ પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે જગાભાઇ ઉર્ફે ઠુઠી માત્રાભાઇ ભરવાડ સહિતના બે વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩,૫૦૬(૨),૧૧૪ તથા જીપી.એક્ટ ક- ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. [caption id='attachment_31360' align='alignnone' width='300'] ફાઈલ તસ્વીર[/caption]