મોરબી : મોરબી વાસીઓ છેલ્લા ઘણા દિવસથી ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે અને વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા છે. મોરબી શહેરમાં આજે વહેલી સવારથી જ અસહ્ય બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડ્યો હતો. જો કે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. ત્યારે સવારે 9 વાગ્યા બાદ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા. કેટલીક જગ્યાએ ઝાપટા પણ પડ્યા છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.