મોરબી : આજે મંગળવારે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં વિશ્વભરના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક યુઝર્સના એકાઉન્ટ અચાનક જ લોગ આઉટ થયા બાદ લોગીન ન થતા ફેસબુક રસિયાઓ ધંધે લાગ્યા હતા જો કે, દોઢેક કલાક બાદ બન્ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શરૂ થઈ ગયા હતા.જાણવા મળતી વિગતો મુજબ સંભવત પહેલી વખત સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના વિશ્વભરના અબજો યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા હતા. મંગળવારે રાત્રીના નવેક વાગ્યાના સમયગાળામાં કોઈપણ યુઝર્સ ફેસબુકમાં લોગીન થતા જ લોગઆઉટના મેસેજ મળી રહ્યા છે અને ફરીથી પાસવર્ડ નાખવા છતાં લોગીન થતા ન હોય ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના રસીયા મુશ્કેલીમા મુકાયા હતા પરંતુ સાડા દસેક વાગ્યાના અરસામાં બન્ને સોશિયલ મીડિયા ફરી શરૂ થતા યુઝર્સોએ હાશકારો અનુભવ્યો હતો.