દોઢ વર્ષ બાદ ફરી પુસ્તક પરબ શરૂ થતાં વાંચનપ્રેમીઓમાં આનંદની લાગણી ફરી વળી, ગઈકાલે પુસ્તક પરબનો 500 લોકોએ લાભ લીધો મોરબી : મોરબીમાં કોરોના કાળના લાંબા અંતરાલ બાદ ફરીથી પુસ્તક પરબ શરૂ થયું છે. દોઢ વર્ષ બાદ ફરી પુસ્તક પરબ શરૂ થતાં વાંચનપ્રેમીઓમાં આનંદની લાગણી ફરી વળી છે. ગઈકાલે પુસ્તક પરબનો 500 લોકોએ લાભ લીધો હતો. મોરબીમાં લોકો પુસ્તકો વાંચવા પ્રેરાય તે માટે વાંચનપ્રેમીઓ દ્વારા શહેરના શનાળા રોડ ઉપર આવેલા સરદાર બાગમાં ખુલ્લા આકાશ નીચે છેલ્લા ત્રણ વર્ષથી પુસ્તક પરબ યોજાઈ છે. જેમાં વિવિધ પુસ્તકોનો અલભ્ય ખજાનો બાગમાં રાખવામાં આવે છે અને લોકો પોતાના મનગમતા પુસ્તકો ઘરે વાંચવા લઈ ગયા બાદ વાંચીને પરત પણ આપી જાય છે.આવી રીતે ત્રણ વર્ષથી ચાલતા આ પુસ્તક પરબ અનેક વાંચનપ્રેમીઓ માટે વાંચનની ભૂખ સંતોષવા માટેનું કેન્દ્ર બની ગયું હતું. દરમિયાન કોરોનાને કારણે આ પુસ્તક પરબ બંધ કરવામાં આવ્યું હતું. લગભગ દોઢ વર્ષ સુધી પુસ્તક પરબ બંધ રહ્યા બાદ હવે કોરોનાની પરિસ્થિતિ નોર્મલ બની જતા ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને દર મહિના પહેલા રવિવારે આ પુસ્તક પરબ ભરાતું હોય ગઈકાલે ઓક્ટોબર મહિનાના પ્રથમ રવિવારે સરદાર બાગમાં પુસ્તક પરબ શરૂ કરવામાં આવ્યું હતું. દોઢ વર્ષ બાદ ફરી પુસ્તક પરબ શરૂ થતાં વાંચનપ્રેમીઓમાં આનંદની લાગણી ફરી વળી છે. ગઈકાલે પુસ્તક પરબનો 500 લોકોએ લાભ લીધો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..