મોરબી : મોરબીમાં ઘણા દિવસોના વિરામ બાદ આજે મેઘસવારી આવી પહોંચી હતી. આજે સવારના મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યું છે. જેને કારણે ટાઢક ફેલાઈ છે. આ ઉપરાંત લોકોમાં પણ મેઘરાજા પધાર્યાનો આનંદ છવાયો છે.