અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ : પીપળી રોડ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં લાંબા વિરામ બાદ અંતે મેઘરાજાએ પધરામણી કરી છે. મોરબી શહેરમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો છે. લાંબા સમય બાદ વરસાદ પડતાં લોકોને અસહ્ય બફારા અને ગરમીથી આંશિક રાહત મળી છે.પીપળી રોડ ઉપર પણ વરસાદી માહોલ શહેરની સાથે આસપાસના વિસ્તારો અને હાઇવે પર પણ મેઘરાજાએ મહેર કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના પાવળીયારી અને પીપળી રોડ પર સારો એવો વરસાદ નોંધાયો છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત ટંકારા પંથકમાં પણ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે અને ગાજવીજ થઈ રહી છે.ખેડૂતોમાં આનંદની લાગણી નોંધનીય છે કે મોરબી જિલ્લામાં વરસાદ ખેંચાતા 1 મહિનો જેટલો સમય વીતી ગયો હતો. વરસાદની ગેરહાજરીના કારણે ખેડૂતો પાક સુકાઈ જવાની ભીતિથી ચિંતિત બન્યા હતા, પરંતુ હવે ફરી વરસાદની એન્ટ્રી થતા ઊભા પાકને જીવતદાન મળવાની આશાએ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiRain #GujaratRain #Monsoon #Tankara #PipliRoad #FarmersJoy #WeatherUpdate