હળવદ તાલુકાના ટિકર રણ ગામનો બનાવ હળવદ : હળવદ તાલુકાના ટિકર રણ ગામે ખેત મજૂરી કરતા શ્રમિક દંપતિ વચ્ચે બોલાચાલી ઝઘડો થયા બાદ મનમાં લાગી આવતા પતિએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટિકર રણ ગામે રહી નિલેશભાઈ જાદવજીભાઈ હડિયલની વાડીએ ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની વિરસિંગભાઈ નંદિયાભાઈ નિલવાલને તેમના પત્ની સાથે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ તેઓને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. બનાવ બાદ વિરસિંગભાઈને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.