મોરબી : મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે દેશભરમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે ગાંધી બાપુની અહિંસા અને નશામુકિતની વિચારધારાને વેગ આપવા માટે વિવિધ સુરક્ષા દળો જેવા કે BSF, CRCF, ITBP, SSB, CISF, NSG અને Assamrifalesના કુલ 700 અધિકારીઓ - જવાનો પોરબંદરથી દિલ્હી સુધી સાઈકલ યાત્રા કરશે. તમામ સાઈકલ યાત્રીઓનું સ્વાગત માળીયા ખાતે યોજવામાં આવ્યું હતું. અેરકોન મેક્રોંસ પ્રાઇવેટ લિમિટેડ તથા જીપભારત દ્વારા સમગ્ર સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને રાજકીય વ્યક્તિત્વો તેમજ સરકારી ઓફિસરની પ્રેરણાદાયી ઉપસ્થિતિ એ કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમ આજ રોજ મોરબી જિલ્લાના માળીયા મીયાણા ના વીર વાદરકા ગામમાં સવારે 9 વાગ્યે ગોઠવવામાં આવ્યો હતો.