મોરબી : મોરબીના વકીલ પારસભાઈ વરાણીયાએ કીંમતી દસ્તાવેજ અને રોકડ રકમથી ભરેલો થેલો મૂળ માલિકને પરત કરીને પ્રમાણિકતાના દર્શન કરાવ્યા છે.એડવોકેટ પારસભાઈ વરાણીયાને એક થેલો મળ્યો હતો. જેમાં બે મોબાઈલ, રોકડ રકમ તથા ઓરીજનલ દસ્તાવેજ હતા. આ દસ્તાવેજના આધારે તેઓએ મૂળ માલિક હર્ષભાઈ ખોખરનો સંપર્ક કર્યો હતો અને જુના ઘુંટુ રોડ પર આવેલા આહ્યા પાન કોલ્ડ્રીંક્સ ખાતે બોલાવીને તેઓને આ થેલો પરત કર્યો હતો. થેલો પરત કરવા બદલ થેલાના માલિક હર્ષભાઈ ખોખરે પારસભાઈ વરાણીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.