શાળા, કોલેજ અને અન્ય ધંધાદારીઓ દ્વારા જાહેરાતના પાટિયા લટકાવી દેવાતા રાહદારીઓને અકસ્માતનો ખતરો હળવદ : હળવદ શહેરમાં સ્ટ્રીટલાઇટના થાંભલા જાણે પિતાજીની મિલ્કત હોય તેવું સમજી શાળા-કોલેજના સંચાલકો અને અન્ય ધંધાદારીઓ દ્વારા આ થાંભલાઓ ઉપર આડેધડ રીતે જાહેરાતના પાટિયા લટકાવી દેવામાં આવતા હોય, રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જેથી, પાલિકા તંત્ર વહેલી તકે ગેરકાયદેસર રીતના લગાવેલ જાહેરાતના પાટીયા ઉતારી લે તેવી લોકો માંગ કરી રહ્યા છે. હળવદ શહેરના મુખ્ય રસ્તાઓ પર સ્ટ્રીટલાઈટના થાંભલા જાણે પોતાના હોય તેવી રીતના ધંધાદારીઓ દ્વારા જાહેરાતના પાટીયા લટકાવી દેવાતા અવારનવાર ભારે પવન હોય ત્યારે અથવા તો તૂટી જતા હોવાથી રાહદારીઓને અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે. જેથી, લોકો માંગ કરી રહ્યા છે કે પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે ગેરકાયદેસર લગાવેલ જાહેરાત ના પાટીયા ઉતારી લે તે જરૂરી છે. જો કે, હળવદ પાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલએ જણાવ્યું હતું કે શહેરના મુખ્ય રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટના થાંભલા પર લગાવેલ જાહેરાતના પાટીયા બે દિવસમાં ઉતારી લેવામાં આવશે અને હવે પછીના દિવસોમાં કોઈપણ વ્યક્તિ પાલિકાની મંજૂરી વિના સ્ટ્રીટ લાઇટના થાંભલા પર જાહેરાતો લગાવશે તો તેના વિરુદ્ધ પાલિકા તંત્ર યોગ્ય કાર્યવાહી કરશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..