મોરબી : મોરબીના વીસીપરા અંદર આવેલ રોહિદાસપરા વિસ્તારમાં રહેતા પ્રોઢે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપધાત કરી લીધો હતો. આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઇ ખાનજીભાઇ સાગઠીયા (ઉ.વ.-૫૫) નામના આધેડે ગઈકાલે તા.૯ના રોજ ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની બી ડિવિઝન પોલીસે નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.