મોરબી : મોરબીની તપોવન વિદ્યાલય ખાતે શાળા અને ઇન્ડિયન મેડીકલ એશોસીએશન –મોરબી ના સંયુક્ત ઉપક્રમે ધોરણ 6 થી 12ની વિદ્યાર્થીનીઓ માટે કિશોરાવસ્થા આરોગ્ય જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તપોવન વિદ્યાલય મોરબી અને ઇન્ડિયન મેડીકલ એશોસીએશન મોરબી ના સંયુક્ત ઉપક્રમે ધો.6 થી 12ની વિદ્યાર્થીનીઓને સ્વાસ્થ્ય જાગ્રુતતા અંગે ADOLESCENCE HEALTH AWARENESS PROGRAMMEનું આયોજન કરાયું હતું. જેમાં ડૉ.રમેશભાઇ બોડા (સાગર હોસ્પિટલ – મોરબી) તેમજ ડૉ. દેવયાનીબેન અખાણી ( દેવશ્રી હોસ્પિટલ – મોરબી) એ માર્ગદર્શન આપ્યું હતુ.